News of Saturday, 3rd January 2026
ભુજમાં વોશિંગ મશીન બ્લાસ્ટ અને વડોદરામાં હોસ્પિટલના પોપડા ખર્યા

ભુજની ભાગોળે માધાપરમાં વોશિંગ મશીન ફાટતા ઘરમાં આગ લાગી હતી, જ્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગમાં ફરી એકવાર પોપડા ખરવાની ઘટના બની છે. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
કચ્છના ભુજ નજીક આવેલા માધાપર ગામે એક વિચિત્ર દુર્ઘટના બની છે. માધાપરની શિવમ પાર્ક સોસાયટીના એક મકાનમાં વોશિંગ મશીનમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી ગઈ હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે ઘરના સામાનને નુકસાન થયું હતું. જોકે, ભુજ ફાયર વિભાગે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદભાગ્યે આ ઘટનામાં પરિવારના કોઈ સભ્યને ઈજા કે જાનહાનિ થઈ નથી.
જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલ (એસએસજી) ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના ન્યુ સર્જીકલ બિલ્ડીંગના સી-૨ વોર્ડમાં છતના પોપડા ખરવાની ઘટના બની છે. આ વોર્ડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે અચાનક પોપડા પડ્યા હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ વોર્ડમાં પોપડા પડવાની ઘટના બની ચૂકી છે, જેના કારણે બિલ્ડીંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
