News of Saturday, 3rd January 2026
વિસનગરમાં હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ હરેશકુમાર રાઠોડ 2000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો
હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝાથી બદલી થયેલ જે બદલીની ફાઈલના કાગળો આપવા સારૂ રૂ.૨,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ

અમદાવાદ : વિસનગરમાં હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ, હોમગાર્ડ યુનિટના હરેશકુમાર રાઠોડને 2000ની લાંચ લેતા ઝડપી લેવાયા છે
ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગર થી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.૨,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ ગયેલ હતો
આ કાર્યવાહીમાં ટ્રેપીંગ ઓફીસર એચ.બી.ચાવડા ,ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ, સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર,મદદનીશ નિયામક એ.સી.બી. ગાંધીનગર એકમ જયારે ઇન્ચાર્જ અધિકારીહરેશ મેવાડા, નાયબ નિયામક,
અમદાવાદ.રહ્યા હતા
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
