<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

અંબાજી ખાતે ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘના ૫૪માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશન : ૩૫૦૦થી વધુ આચાર્યની હાજરી

 

પાલનપુર : તા.૩: યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્‍યક્ષસ્‍થાને ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘના ૫૪માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્‍યભરના ૩૫૦૦થી વધુ આચાર્યશ્રીઓનું પ્રતિનિધિમંડળ અંબાજી ખાતે ઉપસ્‍થિત થયું છે. રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણને સર્વોચ્‍ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્‍ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે અંબાજી ખાતે પ્રભારી મંત્રીશ્રી કમલેશ પટેલ માઁ અંબાના દર્શન કરીને અધિવેશનમાં વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

અધિવેશનનું ઉદ્ધાટન કરતાં કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્‍યું હતું કે, નબળા વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર રાખે છે. સમગ્ર ગુજરાત અને દેશમાં એકસાથે આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૩.૭૦ કરોડની શિષ્‍યવળત્તિનું વિતરણ કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશ પટેલે જણાવ્‍યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર એ વિકસિત સમાજ અને સશક્‍ત રાષ્‍ટ્રના નિર્માણનો આધારસ્‍તંભ છે. વિદ્યાર્થીઓમાં સંસ્‍કાર, શિસ્‍ત અને મૂલ્‍યોના સંચારમાં આચાર્યશ્રીઓની ભૂમિકા અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીના નેતળત્‍વમાં ‘વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્‍પને સાકાર કરવા માટે શિક્ષકગણ અને આચાર્યશ્રીઓ માર્ગદર્શક શક્‍તિ તરીકે કાર્ય કરશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાયુક્‍ત શિક્ષણ, કૌશલ્‍ય વિકાસ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ વ્‍યવસ્‍થાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક બનાવવાની દિશામાં રાજ્‍ય સરકાર પ્રતિબદ્ધ છે. આચાર્ય સંઘ દ્વારા આયોજિત આ અધિવેશન  શિક્ષણ ક્ષેત્રને નવી દિશા અને ગતિ આપનારા સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અધિવેશન દરમિયાન મંત્રીશ્રીઓના હસ્‍તે આચાર્ય સંઘનું સંભારણું ‘અનુબંધ'નું વિમોચન કરવામાં આવ્‍યું હતું તેમજ ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘની મોબાઇલ એપ્‍લિકેશન લોન્‍ચ કરવામાં આવી હતી. આચાર્ય સંઘ દ્વારા આયોજિત ‘નમો કે નામ રક્‍તદાન' અભિયાન અંતર્ગત યોજાયેલ બ્‍લડ ડોનેશન કેમ્‍પ માટે સૌથી વધુ રક્‍તબોટલો એકત્ર કરવામાં આવતાં આચાર્ય સંઘને વર્લ્‍ડ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત રાજ્‍ય આચાર્ય સંઘના નિવળત્ત થનારા હોદ્દેદારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શ્રેષ્ઠ આચાર્ય રાજ્‍ય પારિતોષિક અંતર્ગત કુલ ૩ આચાર્યો તેમજ રાજ્‍યની શ્રેષ્ઠ ૨ શાળાને સન્‍માનિત કરવામાં આવી હતી.

 આ અધિવેશનમાં આચાર્ય સંઘના અધ્‍યક્ષ જે.પી. પટેલ, પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, સતીશભાઈ પટેલ, ધવલસિંહ ઝાલા, હર્ષદભાઈ પટેલ, શંકરસિંહ રાણા, દિગ્‍વિજયસિંહ જાડેજા તેમજ રાજ્‍ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખશ્રીઓ, વિવિધ મંડળોના હોદ્દેદારો અને બહોળી સંખ્‍યામાં આચાર્યશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(4:05 PM IST)