News of Saturday, 3rd January 2026
સંયુકત સચિવ કોમલ ભટ્ટનો કાલે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજયના શહેરી વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી કોમલ પી. ભટ્ટ માટે કાલે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૭ના વર્ષની તા.૪ જાન્યુઆરીઍ થયેલ. કાલે યશસ્વી જીવનના ૫૦માં વર્ષમાં પ્રવેશ કરશે.
તેઅો ભૂતકાળમાં તત્કાલીન પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાના અંગત સચિવ અને માર્ગ- મકાન વિભાગના નાયબ સચિવ નાણા વિભાગમાં સંયુકત સચિવ તરીકે રહી ચુકયા છે. બી.ઇ. ઇન્સ્ટ્રુમેન્ટ ઍન્જિનીયરીંગની પદવી ધરાવે છે. આજથી જ તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો.૦૭૯ ૨૩૨૫૦૬૯૨, મો.૯૯૭૮૪ ૦૭૨૯૨, ગાંધીનગર.(૨.૨૦)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
