<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ અને રીક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બબાલ : પેસેન્જરને ભરવા બાબતે રીક્ષા ચાલકોને માર મરાયાનો આરોપ

RPFના જવાનો અને રીક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ : સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર થઈ પોલીસ અને રીક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. આ બબાલનો વીડિયો સામે આવ્યો છે. RPFના જવાનો અને રીક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પેસેન્જરને ભરવા બાબતે રીક્ષા ચાલકોને માર મરાયાનો આરોપ લાગ્યો છે. વીડિયોમાં RPF જવાનો રીક્ષા ચાલકો પર લાઠી ચાર્જ કરતા દેખાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFના જવાનો અને રીક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. વહેલી સવારે જ પેસેન્જર ભરવાની બાબતે પોલીસ કર્મીઓ અને રીક્ષા ચાલકો આમને-સામને આવ્યા હતા. જે બાદ બોલાચાલી ઉગ્ર બનતા RPFના જવાનોએ લાઠી ચાર્જ પણ કર્યો હતો. જે બાદ રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી હતી. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને RPFના કર્મીઓ દ્વારા જોરદાર ફટકા મારવામાં આવતા તે ઘાયલ થયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે

 



 

(9:41 PM IST)