News of Saturday, 3rd January 2026
યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું: પોષી પૂનમના પાવન પર્વે મોટી સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને પહોંચ્ય
ભારે ભીડ ઉમટી પડતા ભક્તોની લાંબી કતાર જોવા મળી: મા મહાકાળીને ધજા ચઢાવી ધન્યતાની અનુભૂતિ કરી.

પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પોષી પૂનમના પાવન પર્વે મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો . માઈ ભક્તો મા મહાકાળીના દર્શનાર્થે પહોંચ્યા હતો . ભારે ભીડ ઉમટી પડતા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી .
. મા મહાકાળીને ધજા ચઢાવી ધન્યતાની અનુભૂતિ કરી હતી મંદિર ટ્રસ્ટે પૂનમને લઈને જગત જનનીને અન્નકૂટ ધરાવ્યો હતો . ભારે ભીડ હોવાના લીધે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો. આજે પોષી પૂનમના પાવન પર્વે મોટી સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને પહોંચ્યા હતા .. શાકંભરી નવરાત્રીની પૂર્ણાહૂતીની પણ પાવાગઢમાં ઉજવણી કરવામાં આવી હતી .. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મંદિરના શીખર પર ધજા પણ ચઢાવી હતી . સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત પોષી પૂનમના અન્નકૂટમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો . શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણે શીશ નમાવીને ધન્યતાની અનુભૂતિ કરી હતી .
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
