<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવા વિસ્‍તરશેઃ નવા પ સ્‍ટેશનોનું નિર્માણ

અમદાવાદથી નીકળી જુના સચિવાલય, અક્ષરધામ, સેકટર ર૪ વગેરેને આવરી લેશેઃ સંભવત જાન્‍યુઆરીના બીજા અઠવાડિયામાં વડાપ્રધાન હસ્‍તે ઉદ્‌ઘાટન

 

અમદાવાદથી ગાંધીનગર સુધીની મેટ્રો ટ્રેન સેવાને વિસ્‍તારવા પાટનગરમાં પ નવા સ્‍ટેશનો બનાવવામાં આવ્‍યા છે. કર્મચારીઓ અને અન્‍ય મુસાફરો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી નિવડશે. ઉપરોકત તસ્‍વીર નવનિર્મિત જુના સચિવાલય મેટ્રો રેલ સ્‍ટેશનની છે. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા-ગાંધીનગર)

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. પઃ રાજયના પાટનગર ગાંધીનગરને જોડતી અક્ષરધામ સહિતના પાંચ સ્‍ટેશન ઉમેરતી મેટ્રો ટ્રેન જાન્‍યુઆરીના બીજા સપ્‍તાહમાં ચાલુ થઇ જશે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવશે તેમ જાણવા મળે છે.

આ મેટ્રો ટ્રેન ચાલુ થવાથી ગાંધીનગર અમદાવાદ વચ્‍ચે અવર-જવર કરનારા મુસાફરો માટે ખૂબજ સારા અને રાહતના સમાચાર છે. આ ટ્રેન હવે અમદાવાદથી ગાંધીનગરના મહાત્‍મા મંદિર સુધી દોડશે. આ મેટ્રો ટ્રેન હવે આગામી તબકકામાં થલતેજથી ગોધાવી એરપોર્ટ રૂટને આવરી લેશે તેવું આયોજન કરવામાં આવનાર છે.

આ મેટ્રો ટ્રેન હાલમાં સે. ૧ના સ્‍ટેશન સુધી દોડાવવામાં આવતી હતી હવે આગામી ટુંક સમયમાં વધુ પાંચ મહત્‍વના સ્‍ટેશનોનો સમાવેશ થશે.

આ મહત્‍વના પાંચ સ્‍ટેશનોમાં સેકટર-૧૬, અક્ષરધામ, જુના સચિવાલય, સેકટર-ર૪ અને અંતિમ સ્‍ટેશન મહાત્‍મા મંદિર સુધી આગળ વધારવામાં આવશે. મળતી માહિતી મુજબ આ મેટ્રો ટ્રેન મહાત્‍મા મંદિર સુધી દોડાવવાની કામગીરી પૂર્ણ થવામાં આવી છે.

આ તમામ કામગીરી પૂર્ણ થવા આવી છે જેમાં અમદાવાદથી ગાંધીનગર વચ્‍ચે અંદાજે ૬પ કરતા વધારે કિલોમીટરનો સમાવેશ થાય છે. જેમાં પ૩ જેટલા સ્‍ટેશનો આવશે આ કામગીરી પુર્ણ થયા બાદ બીજા તબકકામાં થલતેજથી ગોધાવી જતી ટ્રેન એરપોર્ટ રૂટ અને ગીફટ સીટી સ્‍ટેશનનો સમાવેશ થશે.

(2:19 PM IST)