News of Monday, 5th January 2026
અકસ્માતો નિવારવા સલામતી અંગે શિક્ષણ અને વર્તુણકમાં પરિવર્તન જરૂરીઃ એસ.એ.પટેલ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં માર્ગ સલામતી માસ ઉજવણી

ગાંધીનગરની રક્ષા યુનિવર્સિટીમાં માર્ગ સલામતી કમિશનર શ્રી સતિષ પટેલની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.
ગાંધીનગર, તા.૫: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી-ગાંધીનગરના સહયોગથી રાષ્ટ્રીય રોડ સેફ્ટી માસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફમાં જવાબદાર માર્ગ વર્તન કેળવવા માટે રચાયેલ વ્યાપક જાગળતિ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર શ્રી એસ. એ. પટેલે માર્ગ અકસ્માતો માટે નિવારક અભિગમોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકયો, અને નિર્દેશ કર્યો કે શિક્ષણ અને વર્તણૂકીય પરિવર્તન વિના ફક્ત અમલીકરણથી કાયમી પરિવર્તન પ્રાપ્ત થઈ શકતું નથી. તેમણે વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા અને ટ્રાફિક સિગ્નલનો આદર કરવા જેવી સલામત પ્રથાઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.
સમારોહમાં RRU ખાતે કાર્યરત સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિકયુરીટી એન્ડ સ્માર્ટ પુલીસિંગના ડિરેક્ટર શ્રી ભવાનીસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કરી યુવા નાગરિકોમાં જાગળતિ અને જવાબદારી કેળવવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વિશે વિસ્તળત માહિતી આપી હતી.
આ અર્થપૂર્ણ પહેલ સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની શરૂઆત કરીને, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા ફરી એકવાર જાહેર સલામતી, સમુદાય જોડાણ અને સર્વાંગી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાદેશિક અમલીકરણ અધિકારી શ્રી યુ. કે. પટેલ અને ગાંધીનગરના RTO ઇન્સ્પેક્ટર શ્રી ડી. બી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
