<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા મનપાએ પાણીપુરી અને ઠંડા પીણાંની 100 થી વધુ લારીઓ બંધ કરાવી દીધી

મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓમાં રહેલા અખાદ્ય ચીજવસ્તુના નાશ કર્યો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા મનપાએ પાણીપુરી અને ઠંડા પીણાંની 100 થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી છે..ગાંધીનગર શહેરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને, જાહેર સ્વાસ્થ્યના હિતમાં મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓમાં રહેલા અખાદ્ય ચીજવસ્તુના નાશ કર્યો છે.

 

(9:41 PM IST)