<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

કન્યા વિનય મંદિર, રાજપીપળા ખાતે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક નિયમન, રોડ સેફ્ટી અંગે સેમિનાર યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષ નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અનુસંધાને તા.૦૫/૦૧/ ૨૦૨૬ ના રોજ શ્રીમતિ સુરજબા.આર.મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા ખાતે ધોરણ- ૧૧ અને ધોરણ-૧૨ ના કુલ-૨૦૦ જેટલા વિદ્યાર્થીનીઓ(ગર્લ્સ) માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવેલ,જેમા શાળાના પ્રિન્સિપાલ શ્રીમતિ અમિષાબેન પવાર તેમજ શિક્ષકો અને જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ.એસ.એસ.મિશ્રા નાઓએ શાળાના વિદ્યાર્થીનીઓ(ગર્લ્સ) માટે ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો, કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા અને ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન કરી સુચનાઓ આપેલ અને વિદ્યાર્થીનીઓ સાથે ટ્રાફિકના નિયમો તેમજ મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ કોઇ સગીર વયના બાળક દ્વારા ગુનો કે નિયમ ભંગ કરવામાં આવે તો તેના માટે વાહન માલીક/વાલી જવાબદાર રહેશે અને માલીક વિરૂધ્ધ M.V.ACT ની કલમ ૧૯૯(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી અને તેની સજા તેમજ દંડ અંગેની સમજ કરવામાં આવી.

આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ પોતાની અમુલ્ય જીંદગી બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.

(10:58 PM IST)