News of Monday, 5th January 2026
વડિયા ગામના ભક્તો 51 વર્ષથી ફાગવેલ પગપાળા સંઘ લઈને જતા આખું ગામ ઉમટ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામ થી ભાથીજી દાદાના ભક્ત મહેશભાઈ વસાવા જેઓ મઢાભાઈ નામે ઓળખાતા હતા. તેઓએ 50 વર્ષ પહેલા ભાથીજીદાદા ના ધામ ફાગવેલ પગપાળા સંઘ લઈને ગયા હતા તેઓ જીવ્યા ત્યાં સુધી અખંડિત સંઘ લઈને વડિયા થી ફાગવેલ જતા મોટી સંખ્યામાં ભક્તો ગામના યુવાનો સાથે જોડાતા હતા. તેમના પછી આ પરંપરા તેમના પુત્ર અશ્વિન વસાવા એ જાળવી રાખી અને વિનોદભાઈ વસાવા સહીત ભાથીજી દાદાના ભક્તો ભેગા મળી ને સંઘ લઇ ને જતા અને લોકો પોતાની યથા શક્તિ દાન પણ આપતા, હાલ આ સંઘ 51 માં વર્ષે ફાગવેલ જવા રવાના થયો જેમાં વડિયા ગામના સરપંચ બિંદિયાબેન, પૂર્વ સરપંચ મહેશ રજવાડી સહીત બિપિન વસાવા અને આખું ગામ સંઘ સાથે પગપાળા ગાંધી ચોક સુધી જોડાયું અને આગળ સંઘ ને રવાના કર્યો હતો
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
