News of Monday, 5th January 2026
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ રાજપીપળાની ડૉ. આફરીન કુરેશીનો રાયફલ શુટિંગમા ડંકો
ડૉ આફરીન કુરેશીના પિતા ભાઈ બહેન સહિત દાદા પણ ડેન્ટિસ્ટ તરીકેની સેવામા કાર્યરત: 50 મીટર રાયફલ પ્રોન્ન વુમન ઇન્ડિવિજયુઅલની સ્પર્ધામાં ભાગ લઈ નર્મદા જીલ્લાની પ્રથમ રિનોંગ શુટર બનતા ચારે તરફથી અભિનંદનની વર્ષા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તારમાં રહેતી યુવતીઓ રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી રાજ્ય અને નેશનલ કક્ષાએ નામના મેળવી રહી છે, તેમાંય તબીબી વ્યવસાય સાથે જોડાયેલી યુવતીઓ પણ હવે બાકાત નથી રહી એ રાજપીપળા નગર અને નર્મદા જીલ્લા માટે ખુબજ ગૌરવની વાત છે. રાજપીપળા ખાતે છેલ્લા 42 વર્ષથી દાંતના ડોક્ટર તરીકેની સેવા બજાવતા ડૉ. કુરેશી ની દીકરી રાયફલ શુટિંગ સ્પર્ધામાં ગત વર્ષ 2025 મા ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી તેમજ 68 મી નેશનલ રાયફલ શુટિંગ સ્પર્ધામાં રિનોંગ થઈને પોતાના માટે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ સહિત પોતાની લગન અને મહેનતથી એશિયાડ જેવી ચેમ્પિયનશિપના પણ દ્વાર ખોલતા નર્મદા જીલ્લામા આનંદની લાગણી જોવા મળી રહી છે.
68 મી નેશનલ રાયફલ શુટિંગ ચેમ્પિયનશિપ તા 11 થી 31 મી ડિસેમ્બર દરમ્યાન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઈ હતી. આ ચેમ્પિયનશીપમા 50 મીટર રાયફલ શુટિંગ પ્રોન વુમન ઇન્ડિવિજયુઅલમા ભાગ લઈ નર્મદા જીલ્લાના રાજપીપળાની ડૉ આફરીન કુરેશી એ રિનોંગ શુટર તરીકેની માન્યતા મેળવી હતી, હવે ડૉ આફરીન કુરેશી માટે ઓલ ઈન્ડિયા રાયફલ શુટિંગની ટીમ મા પ્રવેશ મેળવવા ના દ્વાર ખુલ્યા છે, ઇન્ડિયન ટીમમા સિલેક્ટ થઈ ને રાયફલ શુટિંગ ની એશિયાઈ ચેમ્પિયનશિપમા પણ તે ભાગ લઈ શકે છે ની શક્યતાઓ પ્રબળ બની છે. અગાઉ ડૉ આફરીન કુરેશી એસ્પેરિંગ શૂટર તરીકે પસંદ થયા હતા જ્યારે હવે NRAI નેશનલ રાયફલ એસોસિએશન ઓફ ઇન્ડિયામા રિનોંગ થતાં હવે આગળ પોતાની લગન સતત પ્રેક્ટિસ અને દ્રઢ નિર્ધારથી પ્રેક્ટિસ કરીને આગામી દિવસોમાં દેશના શૂટર સહિત ઇન્ટર નેશનલ રાયફલ શૂટર સાથે કોમ્પિટ કરશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
