<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાજ્યમાં હજી પાંચ દિવસ ઠંડીનો ચમકારો રહેશે : 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

કેશોદમાં 10.4, ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ભુજમાં 11, ડીસામાં 11.4, અમદાવાદમાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધ્રુજાવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર પાંચ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં એટલે કે હજી પાંચ દિવસ આ જ પ્રકારનું હવામાન રહેતા ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે અને ઠંડીનું જોર ઘટી શકે છે. આજે 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 અને મહત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આજે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે જે પ્રકારની ઠંડી અનુભવાઇ રહી છે. તે જ પ્રકારનું વાતાવરણ આગામી પાંચ દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ ધીમે-ધીમે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધઇ શકે છે. આ વધારો 2થી 3 ડિગ્રી સુધીનો હોઇ શકે છે. જેના પગલે ઠંડીમાં થોડી રાહત રહી શકે છે.

ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 30.8 ડિગ્રી, રાજકોટમાં 30.5, મહુવામાં 29.4, પોરબંદરમાં 28.8, કેશોદમાં 28.5, ભુજમાં 28.3, ડીસામાં 28, નલિયામાં 28, વેરાવળમાં 27.8, કંડલા પોર્ટમાં 27.6, વડોદરામાં 27.4, દ્વારકામાં 27.3, સુરન્દ્રેનગરમાં 27.3, ભાવનગરમાં 26.2, વલ્લભ વિદ્યાનગરમાં 25.7, અમદાવાદમાં 24.6, ઓખામાં 24.6, ગાંધીનગરમાં 24.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 7 ડિગ્રી, કેશોદમાં 10.4, ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ભુજમાં 11, ડીસામાં 11.4, અમદાવાદમાં 12.5, વલ્લભ વિદ્યાનગરમાં 13.2, વડોદરામાં 13.2, સુરેન્દ્રનગરમાં 13.5, મહુવાાં 14.3, પોરબંદરમાં 14.5, કંડલા પોર્ટમાં 14.6, દ્વારકામાં 15.7, વેરાવળમાં 15.9, સુરતમાં 17.4, ભાવનગરમાં 17.4 અને ઓખામાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

 

(11:50 PM IST)