News of Tuesday, 6th January 2026
PM માટે સોમનાથમાં દરિયા, જમીન અને આકાશમાં સુરક્ષાચક્ર રચાયું
વડા પ્રધાનનો ગુજરાત કાર્યક્રમ ઐતિહાસિક સોમનાથ મહાદેવથી શરૂ થવાનો હોવાથી ત્રણ દિવસ સુધી ઓમકાર નાદ ગુંજશે, શણગારેલા ૧૦૮ અશ્વો સોનામાં સુગંધ માફક અદભૂત અહેસાસ કરાવશે જુનાગઢ રેન્જ વડા નિલેશ જાજડિયા, એસપી જયદીપસિંહ જાડેજા ટીમ ૧૫૦૦ પોલીસ ફોર્સ સાથે મેદાનેઃ બહારથી દોઢ ડઝન એસપી લેવલના IPSનું આગમનઃ દિલ્હીથી SPG પોહચી

રાજકોટમાં ૫ હજાર ઉધોગ જગતના ખેરખાંઓ, વિવિધ દેશના રાજદૂતો સાથે નરેન્દ્રભાઈના આગમન જેવા મેગા બંદોબસ્ત માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝા વિશાળ અનુભવ આધારે રણનીતિને આખરી ઓપ આપવા સતત કાર્યરતઃ ઇન્ચાર્જ પોલીસ વડા ડો. કે. એલ એન.રાવ ગુજરાતભરમાંથી બંદોબસ્ત સ્કિમની ઝીણવટભરી માહિતી મેળવી રહ્યા છે વડા પ્રધાન કાર્યાલય તમામ આપડેટ મેળવી રહ્યું છે
અમદાવાદમાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક BSF અનુભવ આધારે સ્ટ્રેટેજી જોઇન્ટ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ, સેક્ટર વડા નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ સાથે ચર્ચે કરી ગોઠવી રહ્યા છે
રાજકોટ, તા.૬: વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્સીબિઝેશન અંતર્ગત તારીખ ૧૧થી ૧૫ સુધી રાજકોટમાં ૫ હજારથી વધુ ઉદ્યોગ જગતના મહારથી સાથેના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડા પ્રધાન દ્વારા ૧૧ તારીખે ઉદ્ધાટન પહેલા નરેન્દ્રભાઇ સોમનાથ દર્શન કરી રાત્રિ રોકાણ કરનાર હોવાથી લોખંડી સુરક્ષાચક્ર જૂનાગઢ રેન્જ વડા નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં એસપી જયદીપસિંહ જાડેજાના નેતળત્વમાં રચાયું હોવાનું સૂત્રો જણાવે છે.
રાજકોટ આવતા પહેલા, વડાપ્રધાન સોમનાથ રાત્રિ રોકાણ કરી સવારે દર્શન કર્યા બાદ રાજકોટ પોહચવાના હોવાથી દિલ્હીથી SPG સોમનાથ પોહચી હોવાનું સૂત્રો જણાવે છે.
સોમનાથમાં ૧૫૦૦ જેટલો પોલીસ કાફલો ઉતરવા સાથે સોમનાથ દરિયા કિનારા પર નેવી, મરીન ટાસ્કફોસૅ સાથે ચર્ચાઓ કરી બંદોબસ્ત ગોઠવાયો છે.
આજ રીતે આકાશમાંથી પણ પાવરફુલ ડ્રોન સહિત કોઈ આકાશી હુમલાને ખાળી શકાય તેવી અદભુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દોઢ ડઝન જેટલા ips સોમનાથ બંદોબસ્તમાં જોડાયા છે.
વડા પ્રધાનના ૧૦મીના સોમનાથ આગમન અંતર્ગત સોમનાથમાં ૮થી ૧૦ તારીખ સુધી સતત ઓમકાર નાથ ગુંજવા સાથે ચારેકોર વધુને વધુ ધાર્મિક ઉર્જા ઉત્પન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા થયેલ છે. ૧૦૦ થી વધુ શણગારેલ અશ્વોથી વાતાવરણ દિવ્ય બનશે.
અમદાવાદમાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના માર્ગદર્શનમાં બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, સેકટર વડા જયપાલસિંહ રાઠોડના નેતળત્વમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે.
૧૧ મીએ રાજકોટમાં વડા પ્રધાન, વિવિધ દેશના રાષ્ટ્રપતિઓ સહિત ઉધ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિ ધ્યાને રાખી પોલીસ કમિશનર બ્રજેશ ઝા ટીમ બંદોબસ્ત સ્કિનને આખરીઓપ આપવા સતત વ્યસ્ત બની છે. ઇન્ચાર્જ પોલીસ વડા ડો.કે. એલ. એન.રાવ વડા પ્રધાનના કાર્યક્રમો અંગે તમામ વિગતો મેળવી રહ્યા છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
