<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સુરતના ગુન્‍હામાં ગાધડકાનો આરોપી ઝડપાયો

 

અમરેલીઃ સુરત શહેર સી.આઇ.ડી. ક્રાઇમ સુરત ઝોન પો. સ્‍ટે.ના ગુન્‍હાના કામનો આરોપી ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને ટેકનીકલ સોર્સ અને બાતમી હકીકત આધારે હર્ષદભાઇ હીંમતભાઇ કાછડીયા, ઉ.વ. ૪૪, રહે. સુરત કામરેજ, પાછોદરા, બી. પ૦ર ચિત્રકુટ રેસીડેન્‍સી, સુરત શહેર મુળ રહે. ગાધડકા, તા. સાવરકુંડલાને પકડી પાડેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા હેડ કોન્‍સ. દશરથસિંહ સરવૈયા, મહેશભાઇ રાઠોડ તથા પો. કોન્‍સ. પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.

(1:50 PM IST)