<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ધારાસભ્‍યો માટે સુવિધા વધી, વીજ ખર્ચ ઘટયોઃ નવા આવાસોમાં ૨૦૦ કિલો મેગાવોટ સોલાર સિસ્‍ટમ

ગાંધીનગર નવા સતાવાર નિવાસસ્‍થાનમાં ધારાસભ્‍યો રહેવા આવવા લાગ્‍યાઃ અદ્યતન સુવિધાપૂર્ણ સંકુલ

 

રાજય સરકારે ગાંધીનગરમાં ધારાસભ્‍યો માટે બનાવેલ આધુનિક સુવિધાપૂર્ણ નવા સદસ્‍ય, નિવાસ સંકુલની તસ્‍વીર. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)(૨.૭)

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૬: રાજય સરકાર દ્વારા અત્‍યા સુધીના ગાંધીનગરના ઇતિહાસમાં ચોથી વખત ધારાસભ્‍યોના નિવાસ્‍થાન બનાવવામાં આવ્‍યા છે. પરંતુ આ વખતના સદસ્‍ય નિવાસના મૂળ સ્‍થાનોને બનાવવામાં આવ્‍યા છે અને અદ્યતન સુવિધા સાથે સજ્જ બનાવવામાં આવ્‍યા છે.

આ સદસ્‍ય નિવાસ ખાતે ૨૦૦ કિલોવોટની સોલાર સિસ્‍ટમ નાખવામાં આવી છે. આના કારણે નવા સદસ્‍ય નિવાસ કવાર્ટસમાં મહિને ૨૫ હજાર યુનિટનું વીજ ઉત્‍પાદન કરવામાં આવશુે. સોૈર ઉર્જાના મહતમ ઉપયોગ સાથે વીજ બીલમાં મોટા પાયે રાહતનું આયોજન કરવામાં આવશે. તેવી ધારણા છે.

ગાંધીનગર ખાતે ઇતિહાસમાં સોૈ પ્રથમ આ આયોજન કરવામાં આવેલ છે. આ અંગે સેકટર નં.૧૭માં બનાવેલ સદસ્‍ય નિવાસમાં હાલ ૨૦૦ કિલો વોટના સિસ્‍ટમ લગાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સોલાર સિસ્‍ટમના કારણે અંદાજે ૬૦૦ થી ૮૦૦ મેગાવોટની વીજળી દૈનિક યુનિટ જનરેટ કરવામાં આવશે. તેવો પ્રાથમિક અંદાજ છે. પરિણામે વિજળી તો બચત મોટાપાયે થશે તેમ મનાય છે.

આ સદસ્‍ય નિવાસની કુલ ૨૮,૬૦૦ ચો.મી.ની જમીન આવરી લેવામાં આવી છે. આ સદસ્‍ય નિવાસમાં અંદાજે ૨૧૫થી વધારે આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસો ૧૭૨ ચો.મી.ના કવાર્ટર બનાવવામાં આવેલ છે. જેમાં અદ્યતન સુવિધા આપવામાં આવી છે. આજની તારીખે અંદાજે ૬૦ કરતા વધારે ધારાસભ્‍યો પોતાના નવા બનાવેલ નિવાસસ્‍થાનોમાં રહેવા પહોંચી ગયા છે.

રાજય સરકારે આ નવા બનાવેલ નિવાસ સ્‍થાનોમાં વીજળી બીલનો ઘટાડો થાય તેવા પ્રયત્‍નો હાથ ધર્યા છે. ઉર્જાનો મહતમ ઉપયોગ થાય અને ૨૦૦ કિલો વોટની ક્ષમતાની સોલાર સિસ્‍ટમ લગાવવાનું આયોજ કરવામાં આવ્‍યું છે. સામાન્‍ય રીતે ૧ કિલો વોટની ક્ષમતાની સોલાર સિસ્‍ટમ લગાવવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સામાન્‍ય રીતે જોઇએ તો ૧ કિલો વોટની સોલાર લાઇટની પેનલ દૈનિક રોજ ૩ થી ૪ યુનિટ વીજળી ઉત્‍પાદન કરે છે તેમ માનવામાં આવી રહયુ છે.

આના પરિણામે અંદાજે ૨૦ થી ૨૫ ટકા વીજળીનો વપરાશ ઓછો થઇ શકે તેમ છે. આમ રાજય સરકારનું આ પગલુ આવકાર્ય દેખાય રહયુ છે.(૨.૭)

 

(3:52 PM IST)