News of Tuesday, 6th January 2026
રાતે બે વાગ્યે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ RDXથી ઉડાડી દેવાની ધમકીઃ પ્રવેશબંધી જાહેર
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પછી સિલસિલો હજુ ન અટકતા ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં કોર્ટના ઓફિશયલ ઇમેઇલ પર ધમકી મળતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બોમ્બ સ્કોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ, sog અને સ્થાનિક પોલીસનો કાફલો કોર્ટમાં ઉતારી દીધો JCP ક્રાઇમ, ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરે સતત મોનીટરીંગ કરી રહ્યા છેઃ સીપી દ્વારા ઇમેઇલની ચકાસણી સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈન ટીમને સુપ્રતઃ ભારે ધમધમાટ

રાજકોટ તા.૬: અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાડી દેવાની ધમકીની સનસનાટી હજુ સમી નથી તેવા સમયે સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટને RDX થી ઉડાડી દેવાની ધમકી મોડી રાતે બે વાગ્યે મળતા બનાવની ગંભીરતા સમજી જજશ્રી દ્વારા પોલીસને જાણ કરાતા જ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ, sog ની ટીમો તાત્કાલિક દોડાવી હતી.
આ ઇમેઇલ ઇંગ્લિશમાં કોર્ટના ઓફિશિયલ ID પર આવ્યો છે, સવારે ફરજ પરના સ્ટાફે નિયમ મુજબ ઇમેઇલ ચકાસણી વખતે આ ઇમેઇલ ધ્યાને આવેલ. અને તુર્ત જસ્ટિસશ્રી વિગેરેને જાણ કરતાં, સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટે પરિસરમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે પ્રવેશબંધી જાહેર કરેલ, પ્રિન્સિપલ જજશ્રીના આદેશ બાદ જ આ પ્રવેશબંધી અને કોર્ટ કામકાજ શરૂ કરવામાં આવશે. કોર્ટ પરિસરના ખૂણે ખૂણા સુરત પોલીસ તપાસી રહી છે, પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ, ડીસીપી ક્રાઇમ, ડીસીપી SOG તમામ કાર્યવાહીનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે, પ્રાથમિક તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી નથી, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા email ચકાસણી કાર્ય સાયબર ક્રાઇમ ડીસીપી બિશાખા જૈન ટીમને સુપ્રત કરેલ છે
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
