<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી

ભગવત ચરણ સ્વામી એ નાયબ મુખ્યમંત્રીને આવકારી આશિર્વચન આપ્યા

આણંદ ખાતે પધારેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ ખાતે અક્ષરફાર્મમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી.
સ્વામિનારાયણ સંસ્થાના ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રીને આવકારી આશિર્વચન આપ્યા હતા.
આ સમયે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, અગ્રણી  સંજયભાઈ પટેલ, નીરવ અમીન ઉપસ્થિત રહ્યા હતા સર્વનું ભગવત ચરણ સ્વામીએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. 

 

(6:54 PM IST)