News of Tuesday, 6th January 2026
વિવાદ વધતા ભાવનગરથી પરત આવ્યા બાદ મેયર એક્શન મોડમાં :સીધા જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા
ભાવનગરમાં ક્રિકેટ રમવા ગયેલા મેયર અને અન્ય પદાધિકારીઓ વિવાદ વધતા જ તાત્કાલિક ગાંધીનગર પરત ફર્યા

ગાંધીનગર શહેરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં શહેરની સુરક્ષા કરવાને બદલે મેયર અને મનપાના હોદ્દેદારો ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા પહોંચી જતાં સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ બાબતની આકરી ટીકા થતા જ મોવડી મંડળ દ્વારા તેમને તાત્કાલિક પરત આવવા માટે સૂચના આપવામાં આવી હતી.
ભાવનગરથી પરત આવ્યા બાદ મેયર સીધા જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટાઈફોઈડના દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૃચ્છા કરી હતી. મેયરે સિવિલના તબીબો સાથે ચર્ચા કરીને દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે સૂચના આપી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
