<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

વડોદરાની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે 4.96 કરોડના ખર્ચનો પ્રસ્તાવ મંજુર

નિષ્ણાતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામતની સલાહ આપી હતી

વડોદરા શહેરની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. માંડવી ગેટના સમારકામ માટે 4.96 કરોડના ખર્ચનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025માં ગેટના દક્ષિણ-પશ્ચિમ ભાગના થાંભલામાં તિરાડો જોવા મળ્યા બાદ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના નિષ્ણાતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામતની સલાહ આપી હતી. આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન- રીનોવેશન કરવાની કામગીરી માટે 9 મહિને મંજૂરી અપાઈ છે.

(4:48 PM IST)