News of Wednesday, 7th January 2026
સુરતમાંથી SOG દ્વારા ડ્રગ્સ ફેક્ટરી ઝડપી લેવાતા ભૂકંપ સર્જાયો
ફેક્ટરીમાંથી લાખોના મુદામાલ સાથે ટેકનીશ્યન બ્રિજેશ ભાલોદિયા ઝડપાયો, મુખ્ય માસ્ટર માઈન્ડ લંડનમાં અને ફિલિપાઈન્સથી ફાઈનાન્સ થતુ હોવાનું પ્રાથમિક તપાસમાં ધડાકોઃ અકિલા સાથે ઓપરેશન લીડ કરનાર પીઆઇ અશોક ચૌધરી સાથે વાતચીત NDPS ના ત્રણ આરોપીની ઉંડી તપાસ કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીને તપાસ સુપ્રત કરતા અધધ રકમના એમડી મેગેડોન ડ્રગ્સ ઝડપાયું

રાજકોટ તા.૭ : સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં સોલારિસ શોપિંગ સેન્ટરમાં વોન્ટેડ શખ્સની પૂછપરછ દરમિયાન કેટલીક બાબતો શંકાસ્પદ જણાતા પોલીસ કમિશનરે આ મામલાની ડી તપાસ કરવાની જવાબદારી ડીસીપી રાજદીપ સિંહ નકુમના માર્ગદર્શન હેઠળ આવા અનેક અપરાધીઓને અત્યાર સુધીમાં પકડી ચૂકેલા પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી ટીમ દ્વારા ઝડપી લીધાની બાબતને પોલીસ ઇન્સ્કેક્ટર અશોક ચોધરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુનાના કામે વોન્ટેડ આરોપીની તપાસ દરમ્યાન ત્રણ આરોપી (૧) ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા, ભરતભાઇ દામજીભાઇ લાઠીયા (૨) (૩)બ્રિજેશ વ્રજલાલભાઇ ભાલોડીયા નાઓને ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી બ્રિજેશ વ્રજલાલભાઇ ભાલોડીયા દ્વારા મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા, પોલીસ ટીમ દ્વારા ડિક્રિયા ફૂડ એ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી, શોપ નં. ૧૫૪, પ્રથમ માળ, પોલારીસ શોપિંગ સેન્ટર, વેસુ કેનાલ રોડ, પરવત પાટીયા, સુરત શહેર ખાતે રેઇડ હાથ ધરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ કેમિકલ્સ જેમ કે Toluene (C6H5CH3), Propionyl Chloride, Aluminium Chloride (AICI3) (ત્રણેય કેમિકલનું મિશ્રણ), Hydrogen Peroxide (H2O2), Hydrobromic Acid (HBr), Methylamine (CH3NH2), Sulfuric Acid (H2SO4) તેમજ તૈયાર કરાયેલ High Purity મેફેડ્રોન ડ્રગ્સ (blue)આશરે ૧૫ ગ્રામ મળી આવેલ છે.
ફેક્ટરી પરથી ડ્રગ્સ બનાવતા લેબ ટેકનીશિયન બ્રિજેશ વ્રજલાલ ભાલોદિયા ની ધરપકડ જ્યારે લંડન બેઠેલા મુખ્ય માસ્ટર માઈ અને ફાઇનાન્શિયલ મદદ કરતો શખ્સ વોન્ટેડ Sogએ ડ્રગ્સ સપ્લાય કરનાર ખુશાલ રાણપરિયા અને ભરત લાઠીયા ને પણ વોન્ટેડ જાહેર કર્યા લેબમાંથી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવવા વપરાતા અલગ અલગ કેમિકલ સહિતનો સામાન મળી ૨.૯૨ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પહેલી જાન્યુઆરીએ અમરોલી છાપરા ભાઠા થી ૨૩૬.૭૮૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ભુપત ઠુમ્મર ની તપાસમાં થયો હતો મોટો ખુલાસો જ્યાં આરોપીની ડાણપૂર્વક ની તપાસમાં પોલીસ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સુધી પહોંચી તપાસમાં વધુ ચોકાવનારા ખાલસા થવાની શકયતા.

(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
