<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સ્‍કોડા ઓટોનું ભારતમાં સિલ્‍વર જ્‍યુબિલી વર્ષ તેનું સૌથી સફળ વર્ષ બન્‍યું

૨૫મી વર્ષગાંઠ વખતે ૧૦૭% વૃદ્ધિ નોંધાવી ૭૨,૬૬૫ કારનું વેચાણ કર્યું

(કેતન ખત્રી) અમદાવાદ : સ્‍કોડા ઓટોની ભારતમાં અત્‍યાર સુધીની સફરમાં ૨૦૨૫ સૌથી બેજોડ વર્ષ તરીકે ઉભરી આવ્‍યું. દેશમાં પોતાની ૨૫ મી વર્ષગાંઠની ઉજવણી તેણે અત્‍યાર સુધીનું સર્વોચ્‍ચ વેચાણ પ્રદર્શન અંકિત કરીને કરી. બ્રાન્‍ડે ૨૦૨૫ નો અંત ૭૨,૬૬૫ કારના વેચાણ સાથે કર્યો, જ્‍યાં ૨૦૨૪ માં ૩૫,૧૬૬ કારના વેચાણની સામે તેણે વર્ષ-દર-વર્ષ ૧૦૭% ની વળદ્ધિ નોંધવી. આ અવિસ્‍મરણીય પ્રદર્શને વર્ષ ૨૦૨૫ ને સ્‍કોડા ઓટો ઇન્‍ડિયા માટે સૌથી વિશેષ વર્ષ બનાવી દીધું, જે પ્રોડક્‍ટ્‍સ, માર્કેટ અને કસ્‍ટમર ટચપૉઇન્‍ટ્‍સ, આ તમામ પાસાંઓમાં વિકાસયાત્રામાં વેગમાન જાળવી રાખવા થકી દ્રશ્‍યમાન છે.આ સીમાચિホરુપ વર્ષ વિશે જણાવતા, સ્‍કોડા ઓટો ઇન્‍ડિયાના બ્રાન્‍ડ ડિરેક્‍ટર, આશિષ ગુપ્તાએ જણાવ્‍યું,‘‘વર્ષ ૨૦૨૫ અમારે માટે હંમેશા એક વિશેષ સ્‍થાન ધરાવતું રહેશે. તે ભારતમાં અમારી ૨૫ મી વર્ષગાંઠનું વર્ષ છે, અને તેમાં અમારી પ્રોડક્‍ટ્‍સના પૉર્ટફોલિયોનો સૌથી વિસ્‍તળત અને વૈવિધ્‍યપૂર્ણ ફલક જોવા મળ્‍યો છે, તથા અમારા નેટવર્કની વાત કરીએ તો અમે અત્‍યાર સુધીનો સૌથી વધુ વ્‍યાપ પણ પ્રાપ્ત કરી લીધો છે. આ તમામ બાબતો ઉપરાંત, અમારા ગ્રાહકોએ અમારા પ્રત્‍યે જે વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્‍યો છે, તેણે અમને ભારતમાં અમારું સર્વોચ્‍ચ પ્રદર્શનવાળું વર્ષ હાંસલ કરવામાં ટેકો આપ્‍યો છે.  Kylaq ને મળેલો અકલ્‍પનીય પ્રતિસાદ, Kodiaq જે રીતે વખણાઈ રહી છે તે, અને Octavia RS ના પુનરાગમનને જે ઉત્‍સાહથી વધાવી લેવાઈ છે તે, ગ્રાહકો આ બ્રાન્‍ડ સાથે જે ભાવનાત્‍મક જોડાણ ધરાવે છે તેના ઊંડાણની ખાતરી આપે છે. આની સાથેસાથે, ભારતમાં અમારી ૨.૦ સફર જે કાર થકી શરુ થઈ, તે Kushaq અને Slavia ની માંગ પણ સતત વધતી જઈ રહી છે. ૨૦૨૬ માં પ્રવેશ કરીએ છીએ ત્‍યારે, પ્રોડક્‍ટની આક્રમકતા, બારીકીથી તૈયાર કરેલી વેચાણ માટેની અને વેચાણ પછીની સેવાઓ અમલમાં મૂકવાની પહેલ, અમારા વ્‍યાપને વધુ ફેલાવવા પર પહેલાં કરતાં પણ વધુ ધ્‍યાન આપી તથા ગ્રાહકોની વધુ નજીક સુધી જઈને અમે આ આવેગ જાળવી રાખવાનું ધ્‍યેય રાખીએ છીએ.'' તેમ જણાવાયું છે.

 

(4:25 PM IST)