તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACBની સફળ ટ્રેપ :3 લાખ લેતા વચેટીયો વોચમેન ઝડપાયો
નિવૃત ઈન્ચાર્જ પ્રિન્સીપાલની પેન્શન અને GPF ફાઈલમાં સહી બદલ રૂ.5 લાખની લાંચ માંગી હતી: લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વર્ગ-4 વોચમેન મુરલી મનોહર ઝંડોલે સ્વીકારી: આરોપી ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર

અમદાવાદ : અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACB ની ટ્રેપ થઈ છે. શ્રી એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી તિમિરભાઈ અમીનને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. નિવૃત ઈન્ચાર્જ પ્રિન્સીપાલની પેન્શન અને GPF ફાઈલમાં સહી બદલ રૂ.5 લાખની લાંચ માંગી હતી. અગાઉ રૂ.2 લાખ લીધા બાદ બાકીના રૂ.3 લાખ લેતા વોચમેન રંગે હાથ ઝડપાયો છે. લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વર્ગ-4 વોચમેન મુરલી મનોહર ઝંડોલે સ્વીકારી હતી. ACB ટ્રેપ દરમિયાન રૂ.3 લાખની લાંચ સ્થળ પરથી રીકવર કર્યાં છે. ટ્રેપ દરમિયાન આરોપી ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર થયા છે. આ અંગે ACB તપાસ શરૂ કરી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
