News of Wednesday, 7th January 2026
કરજણ ડેમથી જીતનગર ચોકડીનો બિસ્માર રસ્તો : અહેવાલ બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં વેઠ ઉતારી ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ચર્ચામાં રહેલી છે ત્યારે હાલમાં કરજણ ડેમથી જીતનગર ચોકડીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાનો અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી અને રસ્તાનું યુધ્ધના ધોરણે કામ શરૂ થયું છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરજણ ડેમથી જીતનગર ચોકડીનો રસ્તો બિસ્માર હાલતામાં છે જેમાં અત્યારે કરજણ ડેમથી જીતનગર રસ્તાનું કામ જીસીબી દ્વારા ચાલુ કર્યું હતું પરંતુ રસ્તાનાં ખાડા પડેલ હતા ત્યાં ખોદકામ કરી ગ્રેવેલ દ્વારા પુરાણ કર્યું, આ પુરાણના કારણે લોકોને ધૂળનો સામનો કરવાનો વારો આવતો હોવાનો.અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી અને આ રસ્તાની કામગીરી.શરૂ થઈ છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
