News of Wednesday, 7th January 2026
બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ
પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી

બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર કચેરીમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનું સામે આવતા DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીમાંથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને કચેરીની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને ચોતરફથી સીલ કરી તપાસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
