News of Thursday, 8th January 2026
અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન રેકોર્ડબ્રેક આવક
ભક્તોએ છલકાવ્યો દાનનો દરિયો.. ભંડારાની અને સોનાની ભેટ સાથે કુલ આવક ૧.૪૮ કરોડ

અંબાજી, તા.૮: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભારે ઉત્સાહ સાથે દાન કર્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની ગણતરી કરવામાં આવતાં કુલ ૧.૪૮ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. આમાંથી ભંડારામાંથી ૭૧.૫૭ લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે બે મોટી સોનાની ભેટોની કુલ કિંમત ૭૬.૬૪ લાખ રૂપિયા છે.
આ પર્વ દરમિયાન ભક્તોએ મા અંબાને વિશેષ ભેટ અર્પણ કરી છે. શુક્રવારે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ૬૨૦ ગ્રામ વજનનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેની કિંમત ૪૩.૫૧ લાખ રૂપિયા છે. આ મુકુટમાં શાષાોક્ત આકળતિઓ જેમ કે સૂર્યકિરણો, મોરપીંછ અને સહષા કમળ કંડારાયા છે. રવિવારે રાજકોટના એક ભક્તે ૨૬૩ ગ્રામ વજનનો સોનાનો હાર અર્પણ કર્યો, જેની કિંમત ૩૩.૧૩ લાખ રૂપિયા આંકવામાં આવી છે.
ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ માનવામાં આવતું અંબાજી મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. અહીં પોષી પૂનમને મા અંબાના પ્રાગટયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો અહીં ઉમટી પડે છે. આ વર્ષે પણ ભક્તોએ ભંડારો છલકાવીને પોતાની આસ્થા વ્યક્ત કરી છે.મંદિર ટ્રસ્ટ દ્વારા આ આવકનો ઉપયોગ મંદિરના વિકાસ, યાત્રાળુઓની સુવિધાઓ અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
