News of Thursday, 8th January 2026
સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ મળતા જેલ તંત્રમાં ખળભળાટ
વિશાલ ગોસ્વામી જે ખોલી માં હતો તે ખોલીમાંથી મળ્યા મોબાઇલ: વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી

સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ મળતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કુખ્યાત આરોપી પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળ્યા છે. વિશાલ ગોસ્વામી જે ખોલી માં હતો તે ખોલીમાંથી મળ્યા મોબાઇલ. વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી છે. અગાઉ પણ જેલમાંથી અનેક વખત મળી ચુકયા છે મોબાઈલ. જેલની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.
સાબરમતી જેલમાં કુખ્યાત વિશાલ ગોસ્વામીના બેરેકમાંથી એક આઈફોન અને કીપેડ ફોન એમ બે ફોન મળી આવ્યા છે. આ માહિતી મળ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાણીપ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના સાબરમતી જેલમાં આવેલા હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે ફોન મળી આવ્યા છે. કુખ્યાત કેદી વિશાલ ગોસ્વામીની બેરેક શંકાસ્પદ જણાઈ હતી. જે બાદ જેલના ઇન્ચાર્જ બેરેકની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાતા વિશાલ ગોસ્વામીની જેલની ખોલીમાંથી આઈફોન અને કીપેડ એમ બે ફોન મળી આવ્યા હતા.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
