News of Thursday, 8th January 2026
વન અને પર્યાવરણમાં બઢતીનો દોર :રાજ્યના 425 જેટલા વનરક્ષકને વનપાલ તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ : જુઓ સંપુર્ણ યાદી
બઢતીથી નિમણૂંકના વિગતવાર હુકમો અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા કરવાના રહેશે.

ગાંધીનગર : રાજ્યના વન અને પર્યાવરણ વિભાગમાં વર્ગ-3 સંવર્ગના વનરક્ષકોને બઢતી અપાઈ છે વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને અન્ય તાબાની કચેરીઓ ખાતે વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને વનપાલ, વર્ગ -૩ સંવર્ગમાં બઢતી આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવેલ.પત્રો અનુસંધાને વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગમાં (પગાર ધોરણ રૂ.૧૮,૦૦૦ ૫૬,૯૦૦ પે મેટ્રીક્સ લેવલ-૧) ફરજ બજાવતા 425 જેટલા કર્મચારીઓને વનપાલ, વર્ગ-૩ સંવર્ગમાં (પગાર ધોરણ રૂ.૨૫,૫૦૦-૮૧,૧૦૦ પે મેટ્રીકસ લેવલ-૪) તદ્દન હંગામી ધોરણે મુજબ બઢતી આપવામાં આવે છે અને તેઓની બઢતીથી નિમણૂંકના વિગતવાર હુકમો અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા કરવાના રહેશે.
રાજ્યના 425 જેટલા વનરક્ષકને વનપાલ તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ છે જેની સંપૂર્ણ વિગત આ મુજબ છે

(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
