News of Friday, 9th January 2026
ખીચડી કિંગ જગદીશ જેઠવાના પ્રથમ ખીચડી - કઢીના ફ્રેન્ચાઇઝી આઉટલેટ ‘‘ખીચડી ઘરાના''નો રવીવારે વડોદરા ખાતે પ્રારંભ

રાજકોટઃ હવે જંકફુડ ખાઇ ને લોકો કંટાળ્યા છે ત્યારે નવી પેઢીને પ્રાચીન ભારતની સનાતન ફુડ શૈલી તરફ વાળવાનો પ્રયાસ સફળ થતો નજરે પડે છે.
છેલ્લા ૧૧ વર્ષ થી પ્રાચીન ભારતની સનાતન ખીચડીનો પ્રચાર પ્રસાર કરતા અને પ્યોરફુડના માધ્યમ થી રેડી ટુ કુક ખીચડી કઢી થી હજારો લોકોના દીલ જીતનાર શ્રી જગદીશ જેઠવા એ લોકોની ડીમાન્ડને ધ્યાનમાં લઈને ખીચડી- કઢીનું એક આધુનિક બીઝનેસ મોડલ લોકો સમક્ષ મુક્યું છે. બહારના ફુડ મોડલને ટક્કર મારે તેવું ‘‘ખીચડી ઘરાના''ના નામથી આ આધુનિક બિઝનેસ તૈયાર કર્યું છે.જે વડોદરાના જેતલપુર રોડ ખાતે રવીવારથી પ્રારંભ થશે.
નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌને ભાવે તેવી વિવિધ પ્રકારની ચટાકેદાર અને પૌષ્ટિક ખીચડી બનાવવામા આવી છે.. તેમાં જલારામ ખીચડીથી લઈને મીલેટ સુધી અને અવનવી કઢીના સ્વાદ પણ ઉપલબ્ધ બનશે.
પ્રત્યેક શહેર અને ગામોમાં ખીચડી- કઢી ની ફ્રેન્ચાઇઝી-આઉટલેટ ખોલવા ની યોજના છે.. ફ્રેન્ચાઇઝી આઉટલેટ માટે કોન્ટેક્ટઃ- ૯૦૨૩૩૧૬૨૯૩ કરી શકાય છે તેમ એક યાદીમાં જણાવાયું છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
