<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ભારતના વિદેશ મંત્રી અને ગુજરાતના રાજ્‍યસભાના સાંસદ એસ. જયશંકરનો આજે જન્‍મ દિવસ

આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર પીએચડી કરનાર જયશંકર સફળ રાજદૂત રહી ચૂક્‍યા છે,૨૦૧૯માં બીજેપીમાં જોડાયાઃ વિશ્વના સૌથી અસરકારક વિદેશમંત્રીઓમાં ગણનાઃ નરેન્‍દ્રભાઈની વિદેશકુટનીતિમાં તેઓનો સિંહફાળો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારત વિદેશમંત્રી અને ગુજરાત ના રાજ્‍યસભાના સાંસદ શ્રી એસ. જયશંકરનો આજે જન્‍મ દિવસ છે.

આજે તેમના જીવન વિશે જોઈએ તો ૯મી જાન્‍યુઆરી ૧૯૫૫ના રોજ નવી દિલ્‍હી ખાતે જન્‍મ, માતાનું નામ ક્‍યોકો અને પિતા નું નામ કે. સુબ્રમણ્‍યમ નામ બાળકનું નામ રખાયું જયશંકર સુબ્રમણ્‍યમ, પિતા પ્રસિદ્ધ વ્‍યૂહાત્‍મક વિશ્‍લેષક હોવા ઉપરાંત ભારતની ન્‍યુક્‍લિયર પોલિસીના આર્કિડેકટ હતા પછી તો જોવું જ શું હતું.

જયશંકર દિલ્‍હીની સેન્‍ટ જોસેફ કોલેજમાંથી રાજકીય સાયન્‍સ ના વિષય સાથે બી. એ કર્યું, ત્‍યાર બાદ એમ. એ. અને આગળ વધીને ઇન્‍ટરનેશનલ રિલેશન ઉપર પી એચ. ડી. કર્યું

કારકિર્દી વિશે જોઈએ તો તેવો ૧૯૭૭ માં ભારતીય વિદેશ સેવા આઈ એફ એસ માં જોડાયા અને ઉત્તમ કાર્યશૈલી ને પગલે આગળ ધપતા ગયા તેવો ચેક રિપબ્‍લિક માં રાજદૂત ત્‍યાર બાદ વર્ષ ૨૦૦૭ થી ૨૦૦૯ સિગાપોર માં ભારતના રાજદૂત,૨૦૦૯ થી ૨૦૧૩ ચીનમાં ભારતના રાજદૂત અને ૨૦૧૩ થી ૨૦૧૫ દરમ્‍યાન ભારત માં અમેરિકાના રાજદૂત, તરિકે સુપેરે કામગીરી બજાવી.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી તેવો ભારત ના વિદેશ સચિવ બન્‍યા અને ત્‍યારે ભારત અને અમેરિકા સંબંધો મજબૂત કરવા મહત્‍વપૂર્ણ ભૂમિકા ઉભી કરી તેમજ ન્‍યુક્‍લિયર સપ્‍લાયર્સ ગ્રુપ માટે ભારતની દાવેદારી ને અસરકારક બનાવી, વર્ષ ૨૦૧૯ માં તેમની રાજકીય આલમમાં થયું આગમન, બીજેપી માં જોડાયા અને ગુજરાતમાં થી પ્રથમ વખત જુલાઈ ૨૦૧૯ માં રાજ્‍યસભાના સાંસદ બન્‍યા અને ૩૦મી મે ૨૦૧૯ના રોજ ભારતના વિદેશ મંત્રી તરીકે શપથ લીધા, ત્‍યાર બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં ફરી થી ગુજરાત માંથી જ ચૂંટાયા.

એસ જયશંકરના વિદેશ મંત્રી તરીકેના મુખ્‍ય કાર્યોને જોઈએ તો ભારત ફર્સ્‍ટની  વિદેશ નીતિ

વિદેશ નીતિમાં સ્‍પષ્ટ સંદેશઃ: રાષ્ટ્રીય હિત સર્વોપરી ભાવનાત્‍મક કે દબાણ આધારિત નહીં, પરંતુ હિત આધારિત કૂટનીતિ

રશિયાયુક્રેન યુદ્ધમાં સંતુલિત અભિગમ કોઈ કેમ્‍પમાં જોડાયા વગર રશિયા સાથે સંબંધ જાળવી રાખ્‍યા યુક્રેનને માનવતાવાદી સહાય

ભારતની Strategic Autonomy મજબૂતઃ QUADને મજબૂત બનાવવું ભારતઅમેરિકાજાપાનઓસ્‍ટ્રેલિયા કવાડ ઈન્‍ડો..પેસેફિક ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા ચીનના વિસ્‍તરણ સામે સંતુલન

પાડોશી પહેલાની નીતિ નેપાળ, શ્રીલંકા, બાંગ્‍લાદેશ, માલદિવ્‍સ સાથે ઇન્‍ફ્રા, ઊર્જા, ટ્રેડ પડોશમાં ભારતનું નેતૃત્‍વ મજબૂત

ચાઇના પોલિસી   સ્‍પષ્ટ અને કડક વલણ LAC પર યથાવત સ્‍થિતિ બદલવાની મંજૂરી નહીં ચીન સામે લ્લઢ  અને ડિપ્‍લોમેટિક ભાષા

જી ૨૦માં ૨૦૨૩  ભારતનું વૈશ્વિક નેતૃત્‍વ ગ્‍લોબલ સાઉથને કેન્‍દ્રમાં રાખ્‍યું આફ્રિકા યુનિયનને જી૨૦ સભ્‍ય બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્‍તુત

ગ્‍લોબલ સાઉથ વોઇસ ઇન્‍ટિવેટિવ  વિકાસશીલ દેશોની સમસ્‍યાઓ વૈશ્વિક મંચ પર ભારત = ગ્‍લોબલ સાઉથનો અવાજ

ડાયસ્‍પોરા ડિપ્‍લોમસી  વિદેશમાં વસતા ભારતીયો માટે ઓપરેશન ગંગા, ઓપરેશન કાવેરી  ઈન્‍ડિયન લિવ્‍સ મેટરની નીતિ  એક્‍ટ ઇસ્‍ટ પોલિસીને ગતિ એશિયન, જાપાન, ઑસ્‍ટ્રેલિયા સાથે  ઇકોનોમિક ડિફેન્‍સ પૂર્વ એશિયામાં ભારતની હાજરી મજબૂત

બહુમુખી ડિપ્‍લોમસી બ્રિક્‍સ અને એસસીઓ પヘમિ + પૂર્વ બંને સાથે સંતુલન ભારતને કોઈ એક બ્‍લોક સુધી મર્યાદિત ન રાખવું આ નીતિને પગલે આજે ભારત = આત્‍મવિશ્વાસ ભર્યું રાષ્ટ્ર કોઈના દબાણમાં ન ઝૂકવું

વૈશ્વિક મુદ્દાઓ પર સ્‍પષ્ટ અવાજ આજે એટલે કે ૯ મી જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકર ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળા એ તેમને ૈ‘‘અકિલા'' તરફ થી હાર્દિક શુભકામનાઓ...

(3:37 PM IST)