News of Friday, 9th January 2026
પંચમહાલના હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ
ટીંબી રોડ પર સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી મહિલાના પાંચ માસના બાળકનું અજાણી સ્ત્રીએ અપહરણ કર્યું

પંચમહાલના હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ છે. મળતી વિગત મુજબ હાલોલના ટીંબી રોડ પર સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી મહિલાના પાંચ માસના બાળકનું અજાણી સ્ત્રીએ અપહરણ કર્યું હતું . મધરાતે માતાની સાથે સુતા બાળકને ઉઠાવી અજાણી મહિલા ફરાર થઇ ગઇ છે બાળક ન મળતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાણ કરતા પોલીસે વિવિધ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
