News of Friday, 9th January 2026
અમદાવાદના ચાંદખેડામાં સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને બેઝમેન્ટમાં આવવા-જવા મામલેમાર માર્યો
આરોપીઓએ યુવક પર હુમલો કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી:પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદને આધારે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં સ્કાયવોક ફ્લેટમાં રહેતા એક યુવકને બેઝમેન્ટમાં આવવા-જવા મામલે સોસાયટીના જ અન્ય શખ્સ અને તેના મિત્ર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ખોટો રોફ જમાવવા બદલ આ શખ્સોએ યુવકને લાફા ઝીંક્યા અને જમીન પર પણ પટક્યો હતો .. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.. જેમાં છેલ્લે છેલ્લે એક શખ્સ પથ્થર લઈને યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ જાય છે. જો કે નજીવી બાબતે આરોપીઓએ યુવક પર હુમલો કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદને આધારે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
