<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા: સાળા અને બનેવીએ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો.

પોલીસે આરોપી સાળા અને બનેવીની ધરપકડ કરી ઘટના અંગે તપાસ શરૂ કરી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી અને મૃતક વચ્ચે એક નાની બાબતને લઈને ઝઘડો થયો હતો. સમાધાન દરમિયાન બંને વચ્ચે ફરીવાર ઝઘડો થયો અને મારામારી થઈ, જેના દરમિયાન આરોપી સાળા અને બનેવીએ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપી સાળા અને બનેવીની ધરપકડ કરી ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

(8:40 PM IST)