તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 10th January 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે રવિવારે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરાશે: જેમાં ૭૯ પતંગબાજો ભાગ લેશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે રવિવારના રોજ જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે સવારે ૯:૩૦ કલાકે યોજાશે.
આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરવામાં આવશે. જેમાં ૨૧ દેશોના ૪૫ તેમજ ગુજરાત સહિત ભારતના ૩૪ મળી કુલ ૭૯ પતંગબાજો ભાગ લેશે
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
