News of Sunday, 11th January 2026
ભરૂચ DDO બિનઅધિકૃત રેતીવહન કરતા માફિયાઓના સમર્થનમાં ??
પાણેથાના સરપંચે કાયદેસર પરવાનગી લઇ રસ્તો બંધ કર્યો તો DDO એ નોટિસ ફટકારી, સમગ્ર મામલો હાઇકોર્ટમાં "સબજ્યુડીશ "

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના સરપંચે ગામમાં થી બિનઅધિકૃત રેતી વહન કરતા ભારે વાહનો ને રોકવા ગ્રામપંચાયતમાં ઠરાવ કરી બેરિકેડ લગાવી રસ્તો બંધ કરતા DDO એ રેત માફિયાઓનું સમર્થન કરતા હોય તેમ સરપંચ પર દબાણ લાવવા પંચાયત અધિનિયમન 57(1) મુજબ નોટિસ ફટકારતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે .
પ્રાપ્ત માહિતી મુજબ પાણેથા ગામના ખેડૂતોને ખેતીકામ માટે અવરજવર કરવાના રસ્તા ઉપર બિનઅધિકૃત ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોની સતત અવરજવરને કારણે ખેડૂતો ત્રાહિમામ થઇ ગયા હતા અને તેમની ખેતીને પણ નુકશાન થતું હતું. ખેડૂતો ની રજુઆત ના પગલે સરપંચ રાકેશભાઈ તડવીએ ખેડૂતોની અરજી લઇ ગ્રામપંચાયતમાં તેમજ ગ્રામસભા માં ઠરાવ કરી , તેમજ કલેકટર , DDO , TDOને લેખિત જાણકરી તેમજ પોલીસ બંદોબસ્ત માંગી રસ્તા પર ભારે વાહનો રોકવા બેરિકેડ લગાવી ભારે વાહનોની અવરજવર બંધ કરી ત્યારે ગ્રામજનોના હિતમાં કાયદેસર કામગીરી કરનાર સરપંચ ને પ્રશન્શાને બદલે નોટિસ ફટકારતા DDO ભરૂચની આ કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે
બોક્સ : ભરુચ DDO રેત માફિયાઓ કે રાજકીય દબાણ માં કામ કરે છે ?? લોક ચર્ચા
ભરૂચ DDO એ પાણેથા ના સરપંચ ને 57(1) હેઠળ ની નોટીશ ફટકારતા સરપંચ રાકેશ તડવી એ જણાવ્યું કે DDO રેત માફિયાઓ ના દબાણ હેઠળ કામ કરતા હોય તેમ લાગે છે કારણ કે બેરિકેડ લગાવવાની મંજૂરી લીધી છે અને DDO ને પણ તે મામલે જાણ કરી છે. ઉપરાંત આ સમગ્ર મામલો હાઇકોર્ટ માં સબજ્યુડીશ છે. છતાં પણ DDO નોટિસ આપી તે અંગે લોકો માં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે .
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
