News of Sunday, 11th January 2026
રસેલા ગામમાં બોરવેલ બાબતે મહિલા સરપંચ ને માર મારનાર બે સામે એટ્રોસિટી નો ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રસેલા ગામમાં નજીવી બાબતે ગામના મહિલા સરપંચ અને તેમના પતિને માર મારનાર સામે ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રસેલા ગામમાં બોરવેલ બનાવાની કામગીરી દરમિયાન મહિલા સરપંચ ત્યાં જોવા ગયા હતા ત્યારે ત્યાં બોલાચાલી થતા ગામના (૧) દિવ્યરાજસિંહ જસવંતસિંહ રાણાએ મહિલા સરપંચ ભાવિકાબેનને ધક્કો મારી નખ મારી દઇ તથા કિરણસિંહ માધવસિંહ જાદવનાઓ ત્યાં દોડી આવી ભાવિકાબેનને કહ્યું કે તને વધારે હોશિયારી છે તેમ કહી જાતી વિષયક અપ શબ્દો બોલી મહિલા સરપંચને તેમના હાથમાં રહેલ લાકડી વડે જમણા હાથે કોણીના ભાગે તથા બરડાના ભાગે મારી નિચે પાડી દઇ ઢિકા પાટુના માર મારતા સરપંચના પતિ શૈલેષભાઇ ત્યાં દોડી આવતા તેમને પણ ઢીકા-પાટુંનો માર મારી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે એટ્રોસિટી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
