News of Sunday, 11th January 2026
જુનારાજુવાડીયા ગામમાં માતા ની હત્યા કરી નાશી ગયેલ પુત્ર ને તાત્કાલિક આમલેથા પોલીસે ઝડપી લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજુવાડીયા ગામમાં બનેલી હત્યાની ઘટનામા પુત્રએ જ માતાને નજીવી બાબતે મોતને ઘાટ ઉતારતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી જેમા હત્યારો પુત્ર હત્યા કરી નાશી ગયો હોય આમલેથા પોલીસે ગણતરી કલાકોમાં તેને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જુનારાજુવાડીયા ગામમાં પુત્ર રણજીતભાઇ દિવાલભાઈ વસાવા (રહે. જુનારાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા) નાઓને તેની માતા મરનાર મીરાબેન તે શંકરભાઇ ફતેસીંગભાઇ વસાવા( ઉ.વ.૫૫)( રહે. જુના રાજુવાડીયા, નવીનગરી) એ પુત્રને કહ્યું કે તું કશુ કામ કરતો નથી તેમ વારંવાર બોલતા હોય અને ઝઘડો કરતી હોય જેથી માતાને પોતાના ઘરે કોઇ હથિયાર કે સાધન વડે કપાળના ભાગે મારી દઇ સ્થળ ઉપર પુત્રએ માતાનું મોત નિપજાવી નાશી ગયો હતો ત્યારબાદ આમલેથા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.ગોહેલનાઓએ અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
