તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 11th January 2026
રાજપીપળાના મુખ્ય માર્ગો અને શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ ઊભેલી લારીઓથી પગપાળા જવું પણ અઘરું
ભૂતકાળ કરતાં બમણી લારી અને ગલ્લા થી પાલિકાને આવકમાં વધારો જરૂર થયો પરંતુ લોકોની મુશ્કેલી વધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં મુખ્ય માર્ગ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારમાં આડેધડ ઊભેલી લારીઓ અને ગલ્લાના કારણે રાહદારીઓને પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે.
હાલ લાંબા સમયથી રાજપીપળામાં ઊભી થયેલી સ્થિતિ જોઈએ તો જ્યાં જ્યાં નજર મારો ત્યાં આડેધડ લારી અને ગલ્લા જોવા મળે છે, તંત્રની કોઇજ રોકટોક વિના મનફાવે તેમ વેપારીઓ પોતાની લારીઓ અને ગલ્લા મૂકી દે છે સાથે સાથે ઉત્તરાયણ, રક્ષાબંધન, દશેરા જેવા તહેવારોમાં ફૂટપાથ ઉપર માંડવા જેવું ઊભું કરી ત્યાં જે તે વસ્તુઓનું વેચાણ કરાય છે તેના કારણે પગપાળા જતા લોકોને તકલીફ ઉભી થાય છે, સાથે સાથે શહેરના માર્ગો ખૂબ સાંકડા હોય અને ફૂટપાથ પણ લારી, ગલ્લા ના કારણે રોકાયેલી હોવાથી લોકો સાંકડા માર્ગ પર ચાલતા જતા અકસ્માત પણ થાય છે. આ આડેધડ ઊભેલી લારીઓ અને ગલ્લા થી પાલિકા ને આવક વધુ થાય છે પરંતુ લોકો ની તકલીફ માં વધારો થાય છે.
સમયાંતરે નગરપાલિકા ટીમ અવાર નવાર દબાણ હટકવવાવ કાર્યવાહી કરે છે પરંતુ પાલિકા ટીમ સ્થળ પરથી ગયા બાદ તુરત વેપારીઓ દબાણ ઊભું કરી દેતા હોય માટે સ્થિતિ માં કોઇજ સુધારો થતો નથી. કારમી મોંઘવારી મા લોકો પોતાનું ગુજરાન ચલાવવા ધંધો કરે એ સ્વાભાવિક છે પરંતુ સાંકડા માર્ગો અને ફૂટપાથ પર દબાણ ના કારણે આમ જનતા ટ્રાફિક સમસ્યા અને અકસ્માત ના જોખમથી ફફડી રહી છે. માટે પાલીકા અને પોલીસ આ બાબત ને ગંભીરતાથી લઈ કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
