News of Monday, 12th January 2026
અમદાવાદમાં ૨૫૨ કરોડના ખર્ચે પ્રથમ ‘ધ લલિત’ હોટેલ બનશે: એરપોર્ટ નજીક હંસોલમાં નિર્માણ
આ આલીશાન ફાઇવ-સ્ટાર હોટેલ અમદાવાદ એરપોર્ટની તદ્દન નજીક આવેલા હંસોલ વિસ્તારમાં આકાર લેશે.

હોસ્પિટાલિટી ક્ષેત્રની અગ્રણી કંપની ભારત હોટેલ્સ લિમિટેડ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર લક્ઝરી હોટેલ ‘ધ લલિત’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારત હોટેલ્સ લિમિટેડે અમદાવાદમાં ‘ધ લલિત અમદાવાદ’ પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી છે, જેનો અંદાજિત ખર્ચ ૨૫૨ કરોડ રૂપિયાથી વધુ હશે.
આ આલીશાન ફાઇવ-સ્ટાર હોટેલ અમદાવાદ એરપોર્ટની તદ્દન નજીક આવેલા હંસોલ વિસ્તારમાં આકાર લેશે. આ પ્રોજેક્ટથી અમદાવાદમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સુવિધાઓમાં વધારો થશે અને પ્રવાસન તેમજ બિઝનેસ ટ્રાવેલર્સ માટે એક નવું ડેસ્ટિનેશન ઊભું થશે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
