<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સોમનાથ સ્‍વાભિમાન પર્વે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી

 

(દિપક કકકડ દ્વારા) વેરાવળ  તા ૧ર :..  સોમનાથ સ્‍વાભિમાન પર્વના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્‍વાભિમાન, સાંસ્‍કળતિક ગૌરવ અનેસ્ત્રી શક્‍તિના ઉત્‍કળષ્ટ સંકલ્‍પનું પ્રતિબિંબ છે.

સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્‍યશ્‍લોક મહારાણી અહલ્‍યાબાઈ હોલ્‍કરને સ્‍મરણાંજલિ સ્‍વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી. મહારાણી અહલ્‍યાબાઈ હોલ્‍કર ભારતીયસ્ત્રી શક્‍તિ, ધૈર્ય અને સામર્થ્‍યનું શાશ્વત આદર્શ રહી છેラઆ ભાવનાને ઉજાગર કરતી આ પાઘ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા નિષ્ઠા અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવી છે.

આ વિશેષ પાઘમાં ૨૧ પીતાંબર તથા ચાંદીના આભૂષણોનો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ભારતીય સનાતન પરંપરામાં પાઘ સન્‍માન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. પંજાબની સીખ પાઘડી, મરાઠી અને ગુજરાતી પાઘડી, તેમજ મૈસુરની પેટા પાઘડીラઆ તમામ ભારતીય સન્‍માન અને ઓળખના પ્રતિકો છે. જ્‍યારે કોઈ વ્‍યક્‍તિ સોમનાથ દાદાને પાઘ અર્પણ કરે છે, ત્‍યારે તે પોતાની ખ્‍યાતિ, ગૌરવ અને સન્‍માન દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને દાદાને પોતાના સન્‍માનના રક્ષક બનાવે છેラઆ પરંપરાનો ગહન ભાવ આ પાઘમાં સમાયેલો છે.

શ્રી સોમનાથ ટ્રસ્‍ટ તરફથી પ્રધાનમંત્રીશ્રીને અર્પિત આ વિશેષ ભેટ દ્વારા ભારતીય પરંપરા,સ્ત્રી સશક્‍તિકરણ અને માનવસેવાના ત્રિવેણી સંગમને રાષ્‍ટ્રીય સ્‍તરે ઉજાગર કરવામાં આવ્‍યો છે.

(11:59 AM IST)