News of Monday, 12th January 2026
અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત આરોપીએ પોલીસ પર પથ્થરમારો કર્યો
નરોડા વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો: જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત આરોપીએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. નરોડા વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરાયો હતો. જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પ્રોહિબિશન સાથે જોડાયેલા અનિલ ઉર્ફે કાલીને પકડવા પોલીસ પહોંચી હતી.
નરોડા પોલીસે બંને કુખ્યાત આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. પથ્થરમારામાં સ્થાનિક વાહનોને નુકશાન થયું છે. પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પર પંચનામું કર્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
