News of Monday, 12th January 2026
નર્મદા જિલ્લાના શિક્ષકોની શિક્ષણક્ષેત્રેની કામગીરીનું પાલનપુર ખાતે કરાયું સન્માન
પ્રા.શા.ઝાંકના મુખ્ય શિક્ષક અશોકભાઈ વસાવાને ગુજરાત સારસ્વત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ધ સ્કૂલ ઓફ સાયન્સ અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સારસ્વત સન્માન 2026 કાર્યક્રમ અંતર્ગત શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવસભર કાર્યક્રમ તા.11 જાન્યુઆરી 2026ના રોજ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમા શિક્ષકોની ગણવત્તા વધારવા નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ નર્મદા જિલ્લાના 23 શિક્ષકોને પ્રમાણ પત્ર મેડલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા તથા તેમની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તમામ શિક્ષકોને પોતાની નિષ્ઠા સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા નર્મદા જિલ્લાનું નામ ગૌરવ પૂર્વક રોશન કર્યુ. જેમાં પ્રાથમિક શાળા તુમડા ફળિયું ઝાંક તા.ચિકદાના મુખ્ય શિક્ષક અશોકભાઈ વસાવાને પણ ગુજરાત સારસ્વત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
