News of Monday, 12th January 2026
અમદાવાદ એરપોર્ટ પર મલેશિયાથી આવેલા મુસાફરના કપડામાથી 44 લાખનું સોનું ઝડપાયું
મુસાફરે પોતે પહેરેલા જીન્સના પેન્ટમાં એક ગુપ્ત ખિસ્સું બનાવ્યું હતું અને સોનાને પેસ્ટ ફોર્મમાં છુપાવી રાખ્યું હતું: કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ 310.12 ગ્રામ સોનું જપ્ત કર્યું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે કાર્યવાહી કરીને સોનાની દાણચોરી કરતા એક મુસાફરને ઝડપી પાડ્યો છે. મલેશિયાથી આવેલા આ મુસાફરે અત્યંત ચાલાકીપૂર્વક પોતાના કપડામાં સોનું છુપાવ્યું હતું, પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતાને કારણે તે પકડાઈ ગયો છે.
મલેશિયાના કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવેલી ફ્લાઇટના મુસાફરોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓએ તેને અટકાવી તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુસાફરે પોતે પહેરેલા જીન્સના પેન્ટમાં એક ગુપ્ત ખિસ્સું (ચોરખાનું) બનાવ્યું હતું.આ ખિસ્સામાં તેણે સોનાને પેસ્ટ ફોર્મમાં છુપાવી રાખ્યું હતું જેથી મેટલ ડિટેક્ટરમાં આસાનીથી બચી શકાય.
કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ 310.12 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વર્તમાન ભાવો મુજબ, આ જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે 44 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી મુસાફરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
