<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ તરીકે એસ. કે.પટેલ

રાજકોટ : રાજય સરકારે ગુજરાત પબ્‍લિક સર્વીસ કમિશનરના (જી.પી.એસ.સી.)ના સેક્રેટરી તરીકે ગુજરાત લાવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી એસ.કે. પટેલ (મો.૯૯રપ૦ ૧૬૪૩૪)ની નિમણૂક કરી છે. તેઓ ટુંક સમયમાં કાર્યભાર સંભાળનાર છે.

શ્રી એસ.કે. પટેલ મૂળ અમરેલી જિલ્લાના ઘારીના વતની અને ર૦ર૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરામાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, સાયન્‍સ સીટીમાં વહીવટી નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (મો. ૯૯રપ૦ ૧૬૪૩૪ ગાંધીનગર) 

(2:33 PM IST)