News of Tuesday, 13th January 2026
સ્વામી વિવેકાનંદે આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ જ સફળતાની ચાવી હોવાનું શિખવેલઃ જગદીશ વિશ્વકર્મા
પ્રદેશ ભાજપ કાર્યાલયમાં દિગ્વિજય દિનની ઉજવણી

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલી કરેલ તે પ્રસંગની તસ્વીર.(૬.૧પ)રાજકોટ, તા. ૧૩: સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ દિગ્વિજય દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડો. પ્રશાંત કોરાટ, અનિરુદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને આગેવાનોએ પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમ પ્રદેશ ભાજપ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા જણાવે છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, શ્રી સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કળતિની આધ્યાત્મિક વિરાસતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું હતું. તેમના તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીમાં એવું સામર્થ્ય હતું કે તેમણે ભારતીય જનમાનસમાં રાષ્ટ્રજાગળતિના પ્રાણ ફૂંકયા. તેઓએ ‘કર્મયોગ'ને પ્રાધાન્ય આપ્યું અને યુવાનોને શીખવ્યું કે આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ જ સફળતાની ચાવી છે. ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો', તેમના આ ક્રાંતિકારી આહવાને લાખો યુવાનોને આળસ ત્યાગીને પરાક્રમ તરફ વાળ્યા છે
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
