<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

કાલે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડી શકશેઃ અશોકભાઇ પટેલ

તા. ૧૪ થી ૧૬ ફરી ઠંડીનો રાઉન્‍ડઃ તા. ૧૭ થી ૨૦ જાન્‍યુઆરી ઠંડીમાં રાહત થશે કાલે મકરસંક્રાંતિના દિવસે પવનની ઝડપ ૭ થી ૧૫ કિ.મી. અને ૧૫ મીએ પવનની ગતિ ૮ થી ૨૦ કિ.મી. ની રહેશે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી ઉતર ભારતમાં હળવો મધ્‍યમ વરસાદ તો પહાડી વિસ્‍તારોમાં હિમવર્ષા થશે

રાજકોટ, તા. ૧૩  : આવતીકાલથી તા. ૧૬ જાન્‍યુઆરી સુધી રાજ્‍યમાં ફરી ઠંડીનો રાઉન્‍ડ રહેશે. જ્‍યારે તા.૧૭ થી ૨૦ ઠંડીમાં રાહત જોવા મળશે. જ્‍યારે આવતીકાલે મકરસંક્રાંતિ હોય પતંગપ્રેમીઓ માટે સારા સમાચાર છે. પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડી શકશે. પતંગ ઉડાડવા માટે પવન સાનુંકુળ રહેશે તેમ વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ઉત્તર ગુજરાત અને કચ્‍છમાં સામાન્‍ય ન્‍યુનત્તમ તાપમાન ૧૦૦ થી ૧૧૦ વચ્‍ચે રહે છે, જ્‍યારે ગુજરાતના બાકીના વિસ્‍તારોમાં તે સામાન્‍ય રીતે ૧૨૦ થી ૧૩૦ વચ્‍ચે રહે છે.

૭ જાન્‍યુઆરીના અનુમાન મુજબ, ઠંડકનો પ્રવાહ ૧૨ જાન્‍યુઆરી  સુધી ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. તે મુજબ, આ સમયગાળા દરમિયાન રાજકોટ, અમરેલી અને ભૂજ ખાતે ન્‍યુનત્તમ તાપમાન ૧૦૦ થી નીચે ઉતરી ગયું હતું.

આ ઉપરાંત, ૧૩ જાન્‍યુઆરીથી મોટા ભાગના વિસ્‍તારોમાં ન્‍યુનત્તમ તાપમાન ફરીથી સામાન્‍ય કે સામાન્‍યથી વધુ થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. આજે, ૧૩ જાન્‍યુઆરીના નિરીક્ષણ મુજબ, ન્‍યુનત્તમ તાપમાનમાં ખરેખર વધારો નોંધાયો છે અને ઘણા વિસ્‍તારોમાં તે સામાન્‍ય કરતાં અંદાજે ૨-૩.૫જીઘ્‍ વધુ છે.

પરંતુ રાજકોટ એક અપવાદ તરીકે સામે આવે છે, જ્‍યાં ન્‍યુનત્તમ તાપમાન હજી પણ સામાન્‍ય કરતાં આશરે ૧.૫૦ ઓછું છે, જે દર્શાવે છે કે ત્‍યાં સ્‍થાનીક સ્‍તરે ઠંડક હજુ યથાવત છે.

૧૩ જાન્‍યુઆરી ૨૦૨૬ ના લઘુત્તમ તાપમાન

અમદાવાદ: ૧૬.૦૦ (૩.૭૦ નોર્મલ થી વધુ)

વડોદરા : ૧૫.૦૦ (૧.૯૦ નોર્મલ થી વધુ)

ભૂજઃ  ૧૧.૦૦ (૦.૪૦ નોર્મલ થી ઓછું)

રાજકોટઃ ૧૧.૧૦ (૧.૭૦ નોર્મલ થી ઓછું)

ઢસા : ૧૨.૩૦ (૨.૩૦ નોર્મલ થી વધુ)

અમરેલીઃ  ૧૨.૪૦ (૧.૦૦ નોર્મલ થી વધુ)

વેધર એનાલિસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૪ થી ૨૦ જાન્‍યુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે

ન્‍યુનત્તમ તાપમાન ૧૬ જાન્‍યુઆરી  સુધી મોટાભાગના વિસ્‍તારોમાં ઠંડી નો માહોલ જોવા મળશે. ન્‍યુનત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઓછું થવાની સંભાવના છે. કેટલાક કેન્‍દ્રોમાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન ૧૦૦ થી નીચે જવાની શકયતા છે. ત્‍યારબાદ, રાહત રૂપી ન્‍યુનત્તમ તાપમાન ફરીથી સામાન્‍ય તરફ  જોવા મળશે. કચ્‍છ તેમજ પヘુિમ સૌરાષ્‍ટ્ર માં ઝાકર ની શકયતા ૧૫-૧૭ જાન્‍યુઆરી.

પવનની સ્‍થિતિ

૧૪-૧૫ જાન્‍યુઆરી  દરમિયાન પવનની દિશા મુખ્‍યત્‍વે નોર્થવેસ્‍ટ, નોર્થ તેમજ નોર્થઇસ્‍ટ તરફથી રહેવાની સંભાવના છે.

આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાવવા અનુકૂળ હવામાન પરિસ્‍થિતિ રહેવાની શકયતા છે.

૧૪ જાન્‍યુઆરીઃ  પવનની ઝડપ આશરે ૭-૧૫ કિ.મી.

૧૫ જાન્‍યુઆરીઃ  પવનની ઝડપ વધીને આશરે ૮-૨૦ કિ.મી.

 ઉત્તર ભારત માટે અનુમાન

૧૭-૨૦ જાન્‍યુઆરી દરમિયાન એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ઉત્તર ભારતને અસર કરવાની સંભાવના છે, જેના પરિણામેઃ

મેદાની વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદ, મુખ્‍યત્‍વે જમ્‍મુ અને કાશ્‍મીર અને આસપાસના રાજ્‍યોમાં પહાડી વિસ્‍તારોમાં હિમવર્ષા  થવાની શકયતા છે.

(3:35 PM IST)