તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 13th January 2026
વિરમગામ શહેરમાં ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીઓને ઓન કોલ સારવાર આપવામાં આવશે
વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા 14 અને 15 જાન્યુઆરીના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ અને સહયોગી સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવશે. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
વિરમગામમાં પાસે (1) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે (2) શાંતિનાથ દેરાસર ,(3) વિરમગામ પાંજરાપોળ મુનસર દરવાજા પાસે પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પ્રવિણભાઇ શાહ-7383162322, વિપુલભાઇ ગાંઘી 94275 20980, હાર્દિકભાઇ ગાંઘી 95103 04361, નગીનભાઈ દલવાડી 9924433261, પીયૂષ ગજ્જર 7383652783,દશરથભાઇ ઠાકોર 9737966141, સતીશ ઠાકોર 9586661530, જે ડી રાજપૂત 9898418060 જનક સાઘુ 9586295540 ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. જીવદયા પ્રેમીઓ દ્વારા સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી રહી છે.
પ્રવિણભાઈ શાહે જણાવ્યું હતું કે, પતંગ ચગાવવામાં પ્લાસ્ટિકની તથા ચાઈના દોરીનો ઉપયોગ કરવો નહીં. ઉત્તરાયણ દરમ્યાન ઝાડ કે અન્ય સ્થળે લટકતી દોરીને તાત્કાલીક ઉતારી લેવી જેથી પક્ષીઓ તેમાં ફસાઈને ઘાયલ ન થઈ જાય. ઘાયલ પક્ષીને પાણી તેમજ કોઈપણ જાતનો ખોરાક આપવો નહીં. પક્ષીના ઘા પર દવા કે કોઈપણ જાતનો પાઉડર લગાવવો નહીં.
ઉત્તરાયણ દરમ્યાન કોઈપણ પક્ષી ઘાયલ થાય તો તેની તાત્કાલીક પક્ષી બચાવો જીવદયા અભિયાનના હેલ્થ લાઈન નંબર ઉપર સંપર્ક કરવો અથવા નજીકના પક્ષી સારવાર કેન્દ્ર ખાતે સંપર્ક કરવો.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
