<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સૌરાષ્ટ્રની ધરા ફરી ધ્રુજીઃ અમરેલી અને વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા: ૨૪ કલાકમાં રાજ્યમાં ચાર હળવા આંચકા નોંધાયા, લોકોમાં ફફડાટ

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના અમરેલી નજીક ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક ૧.૬ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. 

સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કુલ ચાર હળવા આંચકા નોંધાયા છે. વારંવાર આવતા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(11:40 AM IST)