News of Wednesday, 14th January 2026
ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની બઢતીથી નિમણૂંક કરાઈ : ખેડા અને રાજકોટમાં નવી જવાબદારી સોંપાઈ
અવની ચિત્તરાંજન વોરાને મોશન આપીને ખેડા- નડિયાદ ખાતે નવસર્જિત સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત: ટેકચંદ છત્રભુજ તિર્થાણીને હવે રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નવી નિમણૂંક અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ની સૂચનાને અનુસરીને, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર, જે બે અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગતો આ મુજબ છે. અવની ચિત્તરાંજન વોરા: તેઓ અગાઉ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલમાં સભ્ય તથા રજિસ્ટ્રાર તરીકે કાર્યરત હતા. તેમને હવે પ્રમોશન આપીને ખેડા- નડિયાદ ખાતે નવસર્જિત સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટેકચંદ છત્રભુજ તિર્થાણી: તેઓ રાજકોટની કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકમાં જોઇન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ) તરીકે સેવા આપી રહ્યાં હતા. તેમને હવે રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટરતરીકે નવી નિમણૂંક આપવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ની સૂચનાને અનુસરીને, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, જે બે અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગતો આ મુજબ છે. અવની ચિત્તરાંજન વોરા: તેઓ અગાઉ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલમાં સભ્ય તથા રજિસ્ટ્રાર તરીકે કાર્યરત હતા. તેમને હવે પ્રમોશન આપીને ખેડા- નડિયાદ ખાતે નવસર્જિત સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટેકચંદ છત્રભુજ તિર્થાણી: તેઓ રાજકોટની કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકમાં જોઇન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ) તરીકે સેવા આપી રહ્યાં હતા. તેમને હવે રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટરતરીકે નવી નિમણૂંક આપવામાં આવી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
