News of Wednesday, 14th January 2026
વડોદરાના મકરપુરાના જશોદાનગરમાં વાહન રોડ પર પાર્ક કરવાના મામલે યુવાનની હત્યા
રસ્તામાંં પાર્ક કરેલી પિક અપ વાનની મૃતકે ચાવી લઈ લેતા થયો ઝગડો: ગાડી માલિક અને તેના ભાઈઓ એ ભેગા થઈ ગડદા પાટુનો માર મારી હત્યા કરી

વડોદરાના મકરપુરાના જશોદાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. વાહન રોડ પર પાર્ક કરવાના મામલે યુવાનની હત્યા કરાઈ છે, જણાવ મળ્યા મુજબ અનુપ ગજાનંદ પટેલની હત્યા કરવામાં આવી છે રસ્તામાંં પાર્ક કરેલી પિક અપ વાનની મૃતકે ચાવી લઈ લેતા ઝગડો હટ્યો હતો ગાડી માલિક અને તેના ભાઈઓ એ ભેગા થઈ ગડદા પાટુ નો માર મારી હત્યા કરી હતી . રાહુલ યાદવ , મનુ યાદવ અને સુભાષ યાદવે હત્યા કરી હોવાનું જાણવા મળે છે ત્રણેય આરોપીઓ એ ભેગા થઈ ગડદા પાટુનો માર મારી મૃતક અનુપ ગજાનંદ પટેલનું લોખંડ ની જાળી સાથે માથું અથડાવીને મોત નિપજાવ્યું હતું.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
